સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th October 2021

બામણબોર ચેકપોસ્‍ટ પરથી ૩૮ હજારનો દારૂ ભરેલી કાર એરપોર્ટ પોલીસે પકડી

પોલીસને જોઇ ચાલક કાર મુકી ભાગી ગયોઃ કુલ ૨.૪૩ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧૧: બામણબોર ચેકપોસ્‍ટ પરથી એરપોર્ટ પોલીસે રૂા. ૩૮૪૦૦નો ૯૬ બોટલ દરૂ ભરેલી કાર પકડી લીધી છે. પોલીસે કાર અટકાવતાં ચાલક રેઢી મુકી ભાગી ગયો હતો. કાર નંબરને આધારે ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
એરપોર્ટ પોલીસ સ્‍ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. કરણભાઇ જીતેન્‍દ્રભાઇને બાતમી મળી હતી કે બામણબોર ચેકપોસ્‍ટ તરફથી સફેદ રંગની ઇકો કાર જીજે૦૩કેએચ-૮૬૮૭ પસાર થવાની છે અને તેમાં દારૂ ભર્યો છે. તેના આધારે વોચ રાખવામાં આવતાં પોલીસને જોઇ ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો.
તપાસ કરવામાં આવતાં કારમાંથી રૂા. ૩૮૪૦૦નો દારૂ મળતાં તે તથા બે લાખની કાર, ૫૦૦૦નો મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૨,૪૩,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને એસીપી એસ. આર. ટંડેલની સુચના મુજ પીઆઇ જી. એમ. હડીયા, એએસઆઇ જીતેન્‍દ્રભાઇ એલ. બાળા, હેડકોન્‍સ. હેમતભાઇ, કોન્‍સ. મહેશભાઇ અને કરણભાઇએ આ કામગીરી કરી હતી.

 

(11:21 am IST)