અમરેલીમાં પી.પી.સોજીત્રા દ્વારા એન્જલ લોર્ડસ ઇકો ઇન હોટલનું દશેરાએ ઉદઘાટન
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૧ : અમરેલીમાં હોટલ એન્જલની ભવ્ય સફળતા બાદ મેનેજમેન્ટ ગુરૂ પી.પી.સોજીત્રાનું વધુ એક નવુ સાહસ આગામી દશેરાનાં દીવ પાસે પાવન પર્વથી દબદબાભેર શરૂ થશે. નિરાંતના નવા સરનામા તરીકે એન્જલ લોર્ડસ ઇકો ઇન અમરેલીમાં નિઃસ્વાર્થનાં પર્યાયસમાજ દ્વારા નવુ સાહસ જુના વિશ્વાસ અને જાણીતા હૃદયસ્થ વિસ્તારમાં દબદબાભેર તા.૧પ-૧૦-ર૧ વિજયા દશમીના પાવન દિવસે સવારના ૯ કલાકથી શરૂ થશે. જુના માર્કેટયાર્ડ અમરેલી ખાતે શરૂ થનારી આ ફાઇવ સ્ટાર હોટેલમાં મેટ્રોસીટીની હોટલોની જેમ જ શહેરમાં હોટલ એન્જલ લોર્ડસ ઇકોઇનનું જોડાણ કરાયુ હોવાથી લોકોનું અત્યાધુનિક અને એ ગ્રેડની ફાઇવ સ્ટાર હોટેલ શરૂ થતા અમરેલીની યશ કલગીમાં વધુ એક પીછુ ઉમેરાશે.
અમરેલી હોટેલ લોર્ડસ ઇકો ઇનમાં આધુનિક રીસેપ્શન વ્યવસ્થા સુવિધા સભર કલબ રૂમ, એકચુઅલ સ્યુટ રૂમ અને ટવીન બેડ સાથે કલબ રૂમ તથા કોરીએન્ડર, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ સહિત આઠ હજાર ચોરસ ફુટમાં રાજ દરબાર સાથે વશાળ રાજ મહેલ ઉભો કરાયો છે. જે રોશનીથી જળાહળા સાથે હોટેલને ચાર ચાંદ લગાવી દેશે. અમરેલીનાં આભૂષણસમા માર્કેટયાર્ડ વિસ્તારમાં આગામી દશેરાથી એક નવી રોનક સાથે પી.પી.સોજીત્રા દ્વારા ઝાક ઝમાડ ઉભી કરાશે.તે પણ એક અમરેલી માટે ગૌરવ રૂપ ઘટના છે. પી.પી.સોજીત્રાનાં આ નવા સાહસને બિરદાવવા સગા સ્નેહીઓ, વેપારીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિત ફુલડે વધાવવા તત્પર બન્યા છે. તા.૧પ શુક્રવારે વિજયાદશમીના દિને સવારના ૯ થી ઉદઘાટન સમારોહ માટે શ્રી પી.પી. સોજીત્રા, અર્જુન સોજીત્રા, જયેશ નાકરાણી, નિલ કાનાબાર, હિરેન મહેતા, પુષ્પેન્દ્ર બંસલ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.