સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th October 2021

સાવરકુંડલા પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ આયોજીત મીટીંગ માં વિધાનસભા ની ચૂંટણી માં લઘુમતી સમાજની જવાબદારીઓ નિભાવવા આહવાન

   સાવરકુંડલા : ૨૦૨૨માં આવનારી વિધાનસભાની ચૂંટણી ને ધ્યાને રાખી અમદાવાદ જી પી સી  સી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટની મળેલ મીટીંગ માં આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડા એ જણાવેલ હતું કે ભાજપ ના જૂલ્મ જોર અને અત્યાચાર સામે મજબૂતી થી લડત આપવા આપણે ૨૦૨૨ માટે તૈયાર રહેવા નું છે આપણે ભાજપ સામે અને સાથે  આર એસ એસ ની નીતિ રીતિ સામે લડી રહ્યા છે એ આર  એસ એસની વિચાર ધારા બધી જ જગ્યા એ કબજો કરી રહ્યા છે  ભાગલા પડાવો અને રાજ કરો ની નીતિ રીતિ સામે આપણે લડવા નું છે  ગુજરાતમાં ભાજપને ડાયરેક અને ઇન ડાયરેક રીતે ફાયદો કરાવવા આવ્યા છે તેને જાકારો આપી એ  ૨૦૨૨ માં કોંગ્રેસનો જંડો ગાંધીનગર માં લહેરાવવો છે. આ અંગે ધારાસભ્ય ગ્યાસુદિનભાઈ શેખે જણાવેલ હતું કે આ ભાજપ સરકાર હિન્દુ   મુસ્લિમનું વિભાજન કરી મતો માંગે છે એટલે ભાજપ તોડ વવા નું કામ કરે છે ત્યારે કૉંગ્રેસ જોડવા નું કામ કરે છે અને દરેક જ્ઞાતિ ને સરખી ઈજ્જત આપે છે  આ અંગે શેખે એમ પણ જણાવેલ હતું કે અમારે કોય લોભ કે લાલચ  કે સ્વાર્થ નથી માત્ર ને માત્ર  માઈનીરેટીના હિત અને વિકાસ માટે અમો લડત કરી એ છી એ આપણે ફિરકા ફરસ્તી પર રહી એક મંચ ઉપર આવવા ની જરૂર છે  આપણે માઈનોરેટી વાળા ઓ આંતરિક વિવાદ મિટાવી દઈ એક બીજા ને ઈજ્જત આપી એ  સમાજ ની એકતા અને કોમી એકતા થી જ વિકાસ શક્ય છે. ગુજરાત માઈનોરેટી ના નિરીક્ષક અનુરૂધ્ધ જૈન એ જણાવેલ કે ભાજપ હિન્દુ મુસ્લિમ ને લડાવવાનું કામ કરે છે અને કોંગ્રેસ દરેક ને જોડવાવાનું કામ કરેછે ગાંધીજી દેશનું બંધારણ બનાવ્યુ તેમાં દરેક જ્ઞાતિને સરખો ન્યાય મળી શકે  આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન વજીરખાંન પઠાણે જણાવેલ હતું કે ગુજરાત ની જનતા ખામોશ છે ૨૦૨૨ની વિધાનસભા ની ચૂંટણી માં પરિવર્તન કરવા માટે અવેર્શી મુસ્લિમ મતો ના સોદા કરેછે મુસ્લિમો ને ગેર માર્ગે દોરેછે આપણા માઈનોરેટી નો એક પણ મત બીજી પાર્ટીમાં ન જાય તેની ખાસ તકેદારી રાખવા ની છે આપણા માટે કોંગ્રેસમાં જ પાડવા જોઈએ કારણ કે કોંગ્રેસ કોય નાત જાત નથી જોતી દરેક સમાજ સાથે પડખે ઉભી રહે છે  આ અંગે ધારાસભ્ય જાવેદબાપુ પીરજદા ઇમરાનભાઈ ખેડા વાળા અને હાર્દિક પટેલ વિગેરે એ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું  આ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ની મીટીંગ માં ગુજરાત ના ખૂણે ખૂણે થી માઈનોરેટી ડિપાર્ટમેન્ટ અગ્રણી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

(1:09 pm IST)