સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

મોરબીમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત

કોવીડ હોસ્પિટલ તરીકે મંજૂરી મળી છે ત્યારે સિવિલના જથ્થામાંથી ઇન્જેક્શન ફાળવવા માંગ

મોરબી : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે મોરબીમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ થવાની જગ્યા નથી તેવામાં કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઈન્જેક્શનની ખુબ તંગી વર્તાઈ રહી છે તેમ જણાવી સામાજિક કાર્યકર્તા પરિમલભાઈ ઠક્કરે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી મોરબીમાં આસાનીથી ઇન્જકેશન મળતા થાય તે અંગે રજૂઆત કરી છે,

 પરિમલભાઈ ઠક્કરે જણાવ્યું છે કે જે હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ તરીકે મંજૂરી અપાઈ છે તે હોસ્પિટલોમાં પણ રેમડેસીવીર ઈન્જેક્શનની ખુબ જરૂરિયાત રહેતી હોય આ હોસ્પિટલોને સિવિલ હોસ્પિટલના જથ્થામાંથી ઈન્જેક્શનની ફાળવણી કરવી જોઈએ

(9:23 pm IST)