સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

મોરબીના સાંમાકાંઠા વિસ્તારમાં એલ.ઇ.કોલેજના જુનવાણી બીલ્ડીંગમાં અચાનક ભીષણ આગ ભભૂકી

કચરો સળગાવવા લગાવેલી આગનો તણખલો ઉડીને બિલ્ડિંગની અંદર પડતા આગ લાગી : લાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એલ.ઇ.કોલેજની જૂની બિલ્ડિંગમાં મોડી સાંજે વિકરાળ આગ ભભૂકી હતી બનાવની તાત્કાલિક મોરબી નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી માટે ફાયર વિભાગના વિનુભાઈ ભટ્ટ, કાર્તીક ભટ્ટ તેમજ પ્રિતેશભાઇ સહિતની ટીમ તાત્કાલિક ફાયરની ગાડી લઈને એલ.ઇ.કોલેજ ખાતે પહોંચ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ઓફિસ જે વિભાગમાં હતી તે વિભાગમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે થઇને પાણીનો સતત મારો ચાલુ કરવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે પહેલા કોલેજની અંદરના ભાગમાં પ્રિન્સિપલ ઓફિસનું જૂનું બીલ્ડીંગ હતું તેની પાછળના ભાગમાં મંદિર આવેલ છે. આ મંદિર પાસે કચરો સળગાવવા માટે રાખવામાં આવ્યો હતો અને ત્યાં કચરો સળગાવવા લગાવાયેલી આગમાંથી તણખલો ઊડીને બિલ્ડિંગની અંદર પડવાના કારણે બિલ્ડિંગની અંદર અચાનક આગ લાગી ગઇ હતી અને આગની અંદર હાલમાં બિલ્ડિંગમાં મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઇ ગયો છે. આ લાગી તે બિલ્ડિંગની અંદર મોટાભાગે જુનવાણી પધ્ધતીએ લાકડા અને કાચનો ઉપયોગ કરીને બીલ્ડીંગ બનાવવામાં આવેલ હોય અને લાકડામાં આગ લાગવાના કારણે તાત્કાલિક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ અને મોટા પ્રમાણમાં આગના લીધે નુકસાની થયેલ છે. જોકે સદનસીબે આ બિલ્ડિંગ ૨૦૦૧ માં આવેલા ભૂકંપ બાદ ડેમેજ હોવાથી બંધ છે જેથી કરીને બીજી કોઈ મોટી નુકસાની, જામહાની કે કોઇને ઇજા થયેલી નથી પરંતુ જુનવાણી બંધકામવાળા બિલ્ડિંગની અંદર મોટું નુકસાન થયું છે તેવું હાલ જાણવા મળી રહ્યું

(10:26 pm IST)