News of Monday, 12th April 2021
ઉપલેટાઃ શિક્ષણ સમીતીના હોદેદારોએ વેકસીન લીધી
ઉપલેટાઃ નગરપ્રાથમિક શિક્ષણ સમીતીના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, ચંદ્રપાલસિંહજી જાડેજા સહીતના હોદેદારો સભ્યો સહીતના આગેવાનોએ સામુહીક રસી લીધેલ હતી. ચેરમન નિકુલભાઇ ચંદ્રવાડીયાએ જણાવેલ કે વધતા જતાં કોરોના કેસોથી બચવા લોકોએ કોરોના ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવુ જોઇએ જેથી કરીને વધતા જતા પોઝીટીવ કેસોની ચેઇનને અટકાવી અને પોતાનું તેમજ પરિવારનું રક્ષણ કરી શકાય અને આ ચેઇનને અટકાવી શકાય અને અંતમાં તમામને રસી મુકાવવા અપીલ કરેલ હતી. તે તસ્વીર.(તસ્વીરઃ ભોલુ રાઠોડઃ ઉપલેટા)
(10:32 am IST)