સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

સાવરકુંડલામાં સ્વયંભુ લોકડાઉન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૨ : ખાતે મામલતદાર અને નગર પાલિકા દ્વારા એક દિવસ માટે ના લોકડાઉન રાખવાને ભારે સમર્થન મળ્યું શહેર સ્વંયભુ બંધ રહ્યું.

 

કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે ત્યારે કોરોના વાયરસ સામે સાવચેતી રાખવાના ભાગરૂપે સાવરકુંડલા મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરના સયુંકત આદેશ મુજબ શહેરમાં દવાની દુકાન કિરાણા અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુ માટે ખુલ્લું અને બાકીની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવેલ હતો ત્યારે સાવરકુંડલા શહેરના વેપારીઓએ સ્વયંભુ બંધ રાખેલ એટલે એક દિવસનું લોકડાઉનને પાળવામાં આવેલ હતો.

(10:34 am IST)