સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

જામનગરમાં ફલ્લા ગામમાં આજથી એક સપ્તાહ સુધી સ્વૈચ્છીક લોકડાઉન

જામનગરમાં ફલ્લા ગામમાં આજથી સ્વૈચ્છીક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ફલ્લા ગામમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રામપંચાયત દ્વારા નિર્ણય લેવાયો છે. આવશ્યક ચીજવસ્તુઓ, મેડિકલ ઇમરજન્સી સિવાયની તમામ દુકાનો સજ્જડ બંધ રખાશે. સંક્રમણ વધતા વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે.

 

(10:44 am IST)