સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

કચ્‍છના સુથરી ગામે શંકાસ્‍પદ ૧૭ પેકેટો સાથે ત્રણની અટકઃ ચરસ હોવાની શંકા

દરિયામાંથી મળેલા બિનવારસુ પેકેટ વેંચવાની પેરવી કરે તે પહેલાં જ પヘમિ કચ્‍છ એસઓજીએ ઝડપ્‍યા

 ભૂજ,તા.૧૨ : કચ્‍છના પમિી છેવાડે સુથરી અને તેની આસપાસના ગામોના દરિયા કિનારે અવારનવાર ચરસના બિનવારસુ પેકેટ મળી આવે છે. ડ્રગ પેડલરો દ્વારા કચ્‍છ અને ગુજરાતના અરબી સમુદ્રનો ઉપયોગ કેફી દ્રવ્‍યોની હેરફેર માટે વ્‍યાપક પ્રમાણમાં કરાઈ રહ્યો છે.

તે વચ્‍ચે આજે પમિ કચ્‍છ એસઓજી એ સુથરી ગામે એક મકાન પર દરોડો પાડી ત્રણ શખ્‍સો ને ૧૭ શંકાસ્‍પદ પેકેટ સાથે ઝડપી પાડયા છે. પ્‍લાસ્‍ટિકના કાળા પેકેટ માં વિંટળાયેલા આ પેકેટ ચરસના હોવાની આશંકા છે. પોલીસે ચકાસણી માટે એફએસએલ માં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ માછીમારી નું કામ કરતા સૂથરીના શખ્‍સને દરિયામાંથી આ બિનવારસુ પેકેટ મળ્‍યા હતા. જેને પોતાને ઘેર લાવ્‍યા બાદ અન્‍ય બે મિત્રો સાથે મળી વેચવાની પેરવી હાથ ધરી હતી. પણ, તે પૂર્વે જ વેંચવાં અંગે બાતમી મળતાં પમિ કચ્‍છ એસઓજી પોલીસે આ ૧૭ પેકેટ સાથે ૩ શખ્‍સોને રાઉન્‍ડ અપ કરી પૂછપરછ સાથે સઘન તપાસ હાથ ધરી છે.

 

(11:21 am IST)