સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

ઝાલાવાડમાં પોણાત્રણ લાખનો દારૂ કબ્જે

વઢવાણમાં મકાનમાંથી ૪૫૬ બોટલ મળી આવી : કારમાં ૨૦૨ બોટલ લઇ જતા બે શાજસ્થાની ઝડપાયા

વઢવાણ તા. ૧૨ : જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયાની જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવાની સુચના આધારે તેમજ ના.પો.અધિ. એચ.પી.દોશી સુરેન્દ્રનગર ડીવી. નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સી.પી.આઈ. સુ.નગરની સુચનાથી પો.સ.ઇ. એસ.બી.સોલંકી તથા પો.હૈડકોન્સ. સરદારસિંહ ઘનશ્યામસિંહ તથા પો.હેડ કોન્સ. અજીતસિંહ તથા પો.હેડ.કોન્સ જયેશભાઇ તથા પો.કોન્સ મહીપતસિંહ તેમજ પો.કોન્સ પ્રવિણભાઇ તથા પૌ. કોન્સ સંજયભાઇ વિગેરે સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો.હેડકોન્સ. સરદારસિંહ ઘનશ્યામસિંહ નાઓએ હકીકત આધારે વઢવાણ નવો ૮૦ ફુટ રોડ શારદા મંદીર વિધાલય પાસે કુલદિપસિંહ અખુભા સીસોદિયા (દરબાર) મુળ રહે.વારસંગ તા.ધોળકા હાલ રહે.વઢવાણ શારદામંદિર વિદ્યાલય પાસે શીવપાર્ક પ્રદુમનસિંહ ઝાલા રહે. મેથાણ વાળાના ભાડાના મકાનમાં વેચાણ વિદેશી દારૂની બોટલ નંગ-૪૫૬ કિ.રૂ.૧,૬૪,૭૦૦નો રાખી હાજર નહીં મળી આવતા.

આગળની તપાસ પો.હેડ કોન્સ. અજીતસિંહ એન.સોલંકી ચલાવી રહ્યા છે.

જીલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ તેમજ જુગાર જેવી અસામાજીક પ્રવૃત્ત્િ।ઓ વધી રહી છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા તેમજ લીંબડી ડીવાયએસપી સહિત ચોટીલા સર્કલ પીઆઈના માર્ગદર્શન હેઠળ ધજાળા પીએસઆઈ સહિતના સ્ટાફે બાતમીના આધારે સાયલા-પાળીયાદ રોડ પર લાખાવાડ ગામની સીમમાં સીરવાણીયા ગામ તરફ જવાના રસ્તા પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન સુદામડા તરફથી આવતી કારને અટકાવી ચેક કરતાં તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૦૨ કિંમત રૂ૧,૦૫,૧૦૦ તથા બીયર ટીન નંગ-૩૯ કિંમત રૂ૩,૯૦૦, મોબાઈલ નંગ-૨ કિંમત રૂ૩, ૦૦૦, કાર કિંમત રૂ૩, ૫૦, ૦૦૦ મળી કુલ રૂ ૪,૬૨, ૦૦૦ના મુદ્દામાલ સાથે બે શખ્સો લલીતકુમાર ભીખારામ વરળ (બીસ્નોઈ) ઉ.વ.૨૧, રહે. બીછવારી તા. સાચોર તથા પ્રવિણકુમાર બાબુલાલ કાવા (બીસ્નોઈ) ઉ.વ.૨૧, રહે. હરીપુરા તા. સાચોર રાજસ્થાનવાળાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:57 am IST)