સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

જામકંડોરણા કન્યા છાત્રાલયના બિલ્ડીંગમાં ૨૬૪ બેડનું કોવીડ કેર સેન્ટર કાર્યરત

યુવામંત્રી જયેશભાઇ રાદડીયાનો સંવેદનશીલ નિર્ણય

(મજનસુખ બાલઘા દ્વારા) જામકંડોરણા,તા.૨૨ : હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીમાં જેતપુર-જામકંડોરણા, તેમજ આજુબાજુના  વિસ્તારના કોરોનાગ્રસ્ત લોકોને મુશ્કેલી ન પડે અને યોગ્ય સારવાર મળી રહે તે માટે યુવા મંત્રી જયેશભાઈ રાઠડીયાના સક્રિય પ્રયાસોથી જામકંડોરણા તાલુકા લેઉવા. પટેલ કન્યા છાત્રાલય ખાતે સંસ્થાના સંપૂર્ણ હવાઉજાસવાળા એટેચ ટોઇલેટની સુવિધા સાથેના ૧૩૨ રૂમના ર૨૭ બેડ સાથેના બિલ્ડીંગમાં રાજય સરકારની મંજૂરીથી આજુબાજુના વિસ્તારના કોરોના દર્દીઓને સારવાર મળી રહે તેવી સુવિધા ઉભી કરવામાં આવેલ છે

આ કોવીડ કેર સેન્ટર કાર્યરત થઈ ગયેલ છે. જેમા, આ વિસ્તારના તમામ કોરોનાગ્રસ્ત લોકો વિનામુલ્યે સારવાર મેળવી શકશે આ કોવિડ કેર સેન્ટરમાં ૧૪ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. આ. કોવિડ કેર સેન્ટરની મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાએ મુલાકાત લીધી હતી અને કર્મચારીઓ સાથે કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.

(12:10 pm IST)