સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

પોરબંદર : સગીરાની જાતિય સતામણીના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

પોરબંદર તા.૧ર : પોરબંદર શહેરમાં સુદામા ગેસ્ટ હાઉસમાં સગીરાને બોલાવી જાતિય સંબંધ બાંધવાની માંગણી કરવાના ઇરાદે મારકુટ કરવાના પ્રકાશીત થયેલ કિસ્સામાં સંડોવાયેલા આરોપીનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર શહેરના વતની દર્પણ ભરતભાઇ ઓડેદરાની સામે ફરીયાદીશ્રી એ એવી ફરીયાદ નોંધાવી જાહેર કરેલ કે, આરોપીએ સગીરાને પોરબંદર શહેરના સુદામા ગેસ્ટ હાઉસમાં બોલાવી અને જાતિ સબંધ બાંધવા દાબ દબાણ કરેલ અને સગીરાએ ઇન્કાર કરતા રૂમમાં મારકૂટ કરેલ હોવા સંબંધેની વિગતવાર ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે આરોપીની સામે ધોરણસર ગુન્હો નોંધી આરોપીની અટક કરી કોર્ટમાં રજૂ કરતા નામ.કોર્ટે બંને આરોપીઓને ન્યાયીક હિરાસતમાં મોકલી આપેલ.

આરોપીની સામે હાલની ખોટી ફરીયાદ નોંધાયેલ હોય, વળી આરોપીએ ખરેખર કોઇ ગુન્હો કરેલ ન હોય, અને તેથી કયાંય નાસી ભાગી જાય તેવી વ્યકિત નથી તેમજ આરોપીઓ ભૂતકાળમાં કોઇ જ ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા ન હોય તેથી જામીન ઉપર મુકત કર્યેથી વધુ કોઇ ગુન્હાઓ આચરે તેમ ન હોય તેમજ આરોપીઓ કોર્ટ ફરમાવે તેવી તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાત્રી આપે છે વગેરે દલીલો બચાવપક્ષે રજૂ કરતા નામ. કોર્ટે આરોપીને શરતોને આધિન જામીન ઉપર મુકત કર્યો.

આ કામમાં બચાવ પક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શીંગરખીયા, એન.જી.જોષી, વી.જી.પરમાર, રાહુલ એમ.શીંગરખીયા, એમ.ડી.જુંગી, પી.બી.પરમાર, જીજ્ઞેશ ચાવડા વગેરે રોકાયેલ હતા.

(12:15 pm IST)