સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

પોરબંદરમાં વધતુ જતુ કોરોના સંક્રમણઃ વધુ પ પોઝીટીવ કેસ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૨: શહેર જીલ્લામાં કોરોના સંક્રમણ વધતુ જાય છે ગઇકાલે કોરોના પોઝીટીવના વધુ પાંચ નવા કેસ આવ્યા હતા.

અઠવાડીયાથી જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સરેરાશ સંખ્યા પાંચ રહે છે. ગઇકાલે કોરોનાના ૯૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં વધુ પાંચ કેસના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ છે. આ કોરોના પોઝીટીવ કેસ રાણાવાવ ભોડદર અને ગોરસર તેમજ પોરબંદરના કડીયા પ્લોટ અને નવો કુંભારવાડા વિસ્તારમાંથી આવ્યા છે.

 સિવિલ હોસ્પીટલમાં હાલ કુલ પ૮ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહયા છે.

(1:29 pm IST)