સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

જામનગરમાં કોરોના બેડની સુવિધાઓમાં વધારો

ડેન્ટ। કોલેજનાં ચોથા માળે ૩ વોર્ડમાં ૧૧૩ બેડ મુકાયાઃ હજુ પણ વધુ બે મુકાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: ગુજરાતમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને પગલેે સૌરાષ્ટ્રમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજયની બીજા ક્રમની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઊભરાઈ રહી છે ૧૨૦૦ બેડો ની વ્યવસ્થા ધરાવતી જીજી હોસ્પિટલ ની ત્રણ વિંગમાં જામનગર શહેર અનેે જિલ્લા ઉપરાંત મોરબી રાજકોટ જૂનાગઢ પોરબંદર દ્વારકા સહિતના સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લાઓ માંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મોટી સંખ્યામાંં અહીં સારવાર લેવા આવી રહ્યા છે ત્યારે માળખાકીય સુવિધા પણ ખૂટી રહી હોય તેવા દ્રશ્યો સામેે આવી રહ્યા છે તાબડતોબ યુદ્ઘના ધોરણે જી.જી.હોસ્પિટલ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને ગુલાબકુંવરબા આયુર્વેદ કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરાયા છે. દિવસેને દિવસે દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ રહી છે ત્યારે યુદ્ઘના ધોરણે નેેવી વલસુરા ખાતેથી ૧૫૦ જેટલા બેડ ની વ્યવસ્થા કરવામાં આવી છે જે ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસમાં લાવવામાં આવ્યા છેેે અને સવારથીઙ્ગ જ ડેન્ટ્લ કેમ્પસમાં ચોથા માળે કોરોના પોઝિટિવ દર્દી માટે વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે જયાં ૩ વોર્ડમાં ૧૧૩ જટલા બેડો મૂકવામાં આવ્યા છે અને તાત્કાલિક લાઈટ પંખા લગાવવામાં પણ આવી રહ્યા છે.

જામનગરના ડેન્ટલ કેમ્પસમાં નવા તૈયાર થઈ રહેલા વોર્ડ માંથી ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલે સમગ્ર વ્યવસ્થા અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હાલ ૧૧૩ જેટલા બેડ નેવી વાલસુરા ખાતેથી લાવવામાં આવ્યા છે. જરૃરી ઈલેકટ્રીક ફીટીંગ પણ તાત્કાલીક કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા આગમચેતીના પગલારૃપે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને જે નિર્દેશ આપવામાં આવ્યું છે તે મુજબ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને હજી પણ વધુ બેડ સમાય તે પ્રકારની વ્યવસ્થા વિચારીને આવનારા કોરોના પોઝિટિવ દર્દીઓને  અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છીએ.(તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:02 pm IST)