News of Monday, 12th April 2021
મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં આવતી કાલથી કાર્યરત થનાર RT-PCR લેબની ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની મોરબીની મુલાકાત દરમ્યાન આ લેબ અતિ આવશ્યક હોવાથી તેમણે કરેલ જાહેરાત મુજબ આ RT-PCR લેબ તુરત જ શરુ થાય તે માટે તેનું સતત ફોલોઅપ છેલ્લા ત્રણ દિવસથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લીધું હતું.
આથી હવે RT-PCR રિપોર્ટ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેની લેબોરેટરીમાં પરીક્ષણ કરાશે.
સાથોસાથ લેબોરેટરીની મુલાકાત દરમ્યાન ડો.અરુણભાઈ ટાંક, ડો. હિમાધ્રીબેન અને ડો. શૈલીબેને જણાવ્યું હતું કે આ લેબોરેટરી પ્રારંભિક તબ્બકે 50 થી લઈ 1500 પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવતી લેબોરેટરી આવતી કાલે કાર્યરત થનાર છે.
(9:45 pm IST)