ખીરસરાના વાજડીવડમાં યુવાનોનું રસીકરણ
ખીરસરા : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોધીકા તાલુકાના વાજડીવડ ગામે પ્રાથમિક શાળામાં ૧૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસી કેન્દ્ર રાખેલ છે. જેમાં વાજડીવડ આહિર સમાજના યુવા અગ્રણી ભાવેશભાઇ રાઠોડ, લોધીકા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમારે રસી લીધી હતી. કેન્દ્રની મુલાકાતે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કામણી, મહામંત્રી દિલીપભાઇ કુગશીયા, તાલુકા પંચાયત પુર્વ અનિરૂધ્ધસિંહ હનુભા ડાભી, ભીખુભા ડાભી, પુર્વ સરપંચ અશોકસિંહ ખેરડીયા, ઉપસરપંચ અભેસંગ ખેરડીયા, રમેશભાઇ રાઠોડ જ દોલુભા ડાભી, શૈલેષભાઇ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા,ધોરાજી)