સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th June 2021

જેતપૂરથી પોરબંદર સુધીના ઝેરી કેમીકલયુક્ત પાણી છોડતા ઉદ્યોગોના લાભાર્થે પ્રદૂષિત કેમિકલયુકત્ત જળ સીધું જ પાઈપલાઈન મારફતે દરીયામાં પધરાવવાની રૂ.700 કરોડની રાજ્ય સરકારની યોજના દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ કરશે : ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા

રૂ. ૭૦૦ કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં રાજકોટ જીલ્લાના જેતપુરના ઉદ્યોગોનું રોજનું ૮૦ કરોડ લીટર પ્રદૂષિત પાણી પાઈપલાઈન મારફતે પોરબંદરના દરિયામાં ઠલવાશે : જેતપુરના સાડી ઉદ્યોગના યુનીટો રોજના ૮૦ કરોડ લિટર પ્રદૂષિત કેમિકોલયુક્ત પાણીને દરીયામાં ઠાલવવા રૂ. ૭૦૦ કરોડની પાઈપલાઈનનું ટેન્ડર બહાર પડાયું : કેમીકલયુક્ત પ્રદૂષિતજળ દરિયામાં ઠાલવાશે તો માછીમારી વ્યવસાયનો મૃત્યુઘંટ વાગશે. દરિયામાં અનેક પર્યાવરણીય અવળી અસરો થશે : આંદોલનની ચીમકી

પોરબંદર : ગુજરાતની ભાજપ સરકારે વેરાવળથી વાપી સુધીની ઔદ્યોગિક કેમીકલ પ્રદૂષિત ઝેરી જળને રૂ.૫૫૦૦ કરોડની પાઈપ લાઈન મારફત દરિયામાં પધરાવવાની યોજનાને દરિયાઈ જીવસૃષ્ટિને નષ્ટ કરનારી, દરિયાકાંઠે વસ્તા કરોડો લોકો ખેડૂતો-માછીમારો અને પશુધનને હાની પહોંચડનારી અને દરિયા કિનારાની જમીનનો વિનાશ કરનારી ગણાવીને ઔદ્યોગિક કેમિકલયુકત્ત ઝેરી જળને શુધ્ધ કરીને તેનો પૂનઃ ઉપયોગ કરવાની યોજના બનાવવાની ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ માગણી કરી હતી.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રદૂષણ ઓકતા ઉદ્યોગોના લાભાર્થે સમુદ્રને ઝેરી કેમીકલયુકત બનાવવાની ભાજપ સરકારની યોજનાનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પોતાની ફાઈલ નોંધ અનુસાર વેરાવળથી વાપી સુધીના કેમીકલ અને પ્રોસેસીંગ આધારીત ઉદ્યોગોને કારણે ભુગર્ભ જળ અને નદી-નાળાંના જળ ભારે પ્રદૂષિત થયા છે. તેને કારણે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભારતના ૪૩ ઝોનને ક્રિટીકલી પોલ્યુટેડ જાહેર કરેલ છે તે પૈકી ૭ ઝોન તો ગુજરાતના છે. આ ઝોનમાં આવેલા કેમિકલ યુનિટોનું જળપ્રદૂષણ રોકવું શક્ય નથી એટલે ઉદ્યોગોના લાભાર્થે મુડીપતિ પ્રેમી ભાજપ સરકારે આ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા છૂટ મળી જાય તે માટે પ્રદૂષિત કેમિકલયુકત્ત

પાણી એકઠું કરીને બલ્ક પાઈપ લાઈન મારફત દરિયામાં ઠાલવવાની યોજના બનાવી છે. યોજના મુજબ જેતપુરના ઔદ્યોગિક કલ્સ્ટરના પ્રદૂષિત જળ સંગ્રહીત કરીને રૂ.૭૦૦ કરોડના ખર્ચે દરિયાની અંદર 'ડીપ સી'માં ૧૨ થી ૧૫ કિ.મી. ઉંડાણમાં ઠાલવવાની યોજના છે. આ પૈકી પ્રથમ તબક્કામાં રાજકોટ જીલ્લાના જેતપુરના ઉદ્યોગોનું પાણી રૂ.૭૦૦ કરોડના ખર્ચે 'ડીપ સી'માં ડીસ્ચાર્જ કરાશે. આ પ્રદૂષિત જળ 'ટ્રીટ' કર્યા પછી દરિયામાં ફેંકવા માટે જેતપુરથી પોરબંદર ના દરિયા સુધી ૧૦૫ કિલોમીટર પાઈપલાઈન બીછાવવા માટેનાં ટેન્ડરો બહાર પડેલ છે. ત્યાર પછી તુર્ત જ જેતપુર- માણાવદર-ઘેડ વિસ્તારમાં થઈને પોરબંદરના નવી બંદરના દરિયામાં ઠાલવવાનાં ટેન્ડરો નીકળશે. આ

રીતે દરીયામાં દરરોજ ૮૦ કરોડ લીટર પ્રદૂષિત પાણી ઠાલવવાનું છે. પરંતુ વોટર એકટ-૧૯૭૪ મુજબ ટ્રીટેડ પ્રદૂષિત પાણીનો ખેતી અને અન્ય વપરાશમાં લવું જોઈએ. અમદાવાદના ઉદ્યોગોનું ટ્રીટેડ વોટરથી જ સાબરમતી રીવરફન્ટમાં પાણી ભરી રાખવાનું અને ભુગર્ભ જળ ઉંચા લઈ આવવાની યોજના હતી. પરંતુ કેમીકલ ઉદ્યોગો તો ઝેરી કેમીકલયુક્ત જળ જ બહાર ફેંકે છે અને સરકાર કાયદો હોવા છતાં તેમને રોકી શકતી નથી એટલે તેને દરિયામાં ફેંકવા માટે સરકાર કુલ પ્રોજેકટ ખર્ચના ૭૦ થી ૮૦% જેટલો ખર્ચ પાઈપ લાઈન નાંખવા માટે ભોગવશે.

સમગ્ર વિશ્વમાં અને ભારતના કાનુન પ્રમાણે પણ પ્રદૂષિત જળ દરિયા, નદી-નાળાં કે જમીનમાં છોડી શકાતું નથી. ગુજરાતની જમીન, નદી-નાળાં એટલે હદે પ્રદૂષિત થઈ ચુકયા છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ગુજરાતમાં નવા પાણીનો વપરાશ કરતા ઉદ્યોગોની સ્થાપના કે વિસ્તરણ પર પ્રતિબંધ મુકયો છે. પરંતુ સરકારે હવે દરિયાને પ્રદૂષિત કરવાનો સત્તાવાર પ્લાન બનાવી લીધો છે.  આ યોજના સાકાર થશે એટલે દરિયામાંની જળસુષ્ટિનો સંપૂણ નાશ થશે. સૌથી મોટી અસર માછીમારો ઉપર નભતા સમાજને થશે. આમેય નદી-નાળાં મારફત વધતે-ઓછે અંશે દૂષિત જળ દરિયામાં જતું હતું હવે તો પ્રદૂષણની બારેમાસ નદીઓ વહેવાની છે. દરિયો પ્રદૂષિત થતાં અનેક પ્રકારની પર્યાવરણીય આફતો આવશે. પ્રદૂષિત પાણી જળચર પ્રાણીઓ, માછલીઓના પેટમાં જતાં અનેક નવા રોગનો ભોગ આ જળચર પ્રાણીઓ બનશે અને તેને કારણે માનવજાત ઉપર પણ નવા રોગો ઉત્પન થવાના છે. માછલીઓની ગુણવત્તા ઉપર અનેક પ્રકારની અસર થવાથી મત્સ્ય ઉત્પાદનની નિકાસ ઉપર પણ અસરો થશે.

 

. આ કેમીકલો દરિયામાં જશે એટલે વાયુ પણ પ્રદૂષિત થશે અને તેને કારણે stain વિસ્તારની વનસ્પતિ અને ખેતીને પણ ભારે નુકશાન થશે. દરિયા કાંઠે વસ્તા નાગરીકોના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઉભો થવાનો છે.

 

પ્રદૂષિત થયેલું દરિયાઈજળ ધરતીના પેટાળમાં પ્રવેશશે તેને કારણે પણ ભુતળનાં પાણી ખારા થવા ઉપરાંત કેમીકલયુકત થશે. દરિયા કાંઠાની સુંદરતા અને દરિયાઈ બીચ પણ ભયમાં મુકાશે અને  પ્રવાસ ઉદ્યોગને ભારે નુકશાન થશે. પાઈપલાઈન જે ખેતરો-જમીનમાંથી નીકળશે તે ખેતરો અને જમીનને પણ ભારે નુકશાન કાયમી ધોરણે થશે.

 

સરકારી આ યોજના 'કોસ્ટલ રેગ્યુલેશન ઝોન' અને ભારતના 'વોટર એકટ-૧૯૭૪'ના ભંગ કરનારી છે. આ પાઈપલાઈન યોજના રાજ્ય, જનતા સામે આફત લાવનારી પુરવાર થવાની છે. રાજ્ય સરકારે આ યોજના પડતી મુકીને તેની જગ્યાએ દરેક જગ્યાએ 'સેન્ટ્રલ ફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ' 01 ઉભા કરીને તેના મારફત પ્રદૂષિત પાણી શુધ્ધ કરીને આ પાણી પૂનઃ ઉદ્યોગોને વેચવા અને વધારાનું પાણી ખેડૂતો વપરાશ માટે આપવાની માંગણી કરી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારને ચીમકી આપતાં જણાવ્યું હતું કે આ ઝેરી કચરો લઈ જતી પાઈપ લાઈનના કોઈ પણ ખેડૂત પોતાના ખેતરમાંથી પસાર થવા નહીં દે, કાંઠાળ વિસ્તારના શહેરો અને ગામડાના નાગરીકો, માછીમારો અને ખેડૂતોના સાથ સહકારથી સત્યાગ્રહ કરીને આ ઝેર ફેલાવનારી યોજનાને અટકાવવામાં આવશે.

(7:49 pm IST)