સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th June 2021

Jurassic Fossil Woodને રિસ્ટોર કરવાની કામગીરી શરૂ

વૃક્ષ ૧૬ કરોડ વર્ષ જૂનું છે : ૧૦ થી ૧૧ વર્ષ પહેલા Geologist દ્વારા ધોળાવીરા ખાતે Jurassic Fossil Woodની શોધ કરવામાં આવી હતી

ભૂજ,તા.૧૨ : ભચાઉ તાલુકાના ખડીરના ધોળાવીરા ખાતે આજથી ૧૬ કરોડ વર્ષ જૂના Jurassic Fossil Wood મળી આવ્યા હતાં. જે પુરા ભારત વર્ષ માટે એક મહત્વની ઘટના છે અને હાલમાં Jurassic Fossil Wood™u Restore કરવામાં આવી રહ્યું છે. આજથી ૧૦ થી ૧૧ વર્ષ પહેલા Geologist દ્વારા ધોળાવીરા ખાતે Jurassic Fossil Woodની શોધ કરવામાં આવી હતી.

પહેલાં પણ પ્રકારના wood શોધવામાં આવ્યા છે. પરંતુ પ્રકારના wood શોધ્યા બાદ આને વનવિભાગ દ્રારા રક્ષિત કhરવું જરૂરી બને છે. ધોળાવીરામાંથી મળેલા પ્રકારના woodને રક્ષિત કરવા માટે વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ૨૦૧૧-૨૦૧૨માં woodને રક્ષિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેમાં તેની ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી અને લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. પરંતુ wood પ્રત્યેની ફેન્સીંગ તોડીને પણ લોકો તેના નાના નાના ટુકડાઓ લઈ જતા હતા. ધોળાવીરા ખાતે બે Jurassic Fossil Wood મળી આવ્યા હતાં, જેમાંથી એક ૧૧ મીટર લાંબો અને . મીટર પહોળો છે.

જ્યારે બીજી ૧૩ મીટર લાંબો અને . મીટરથી પહોળો Jurassic Fossil Wood છે. જેમાં ક્યાંક ક્યાંક વચ્ચેથી તેના ટુકડાઓ તૂટી ગયા છે. ધોળાવીરા ખાતે ઉત્તરની બાજુએ જ્યાં ડુંગરની ધાર છે ત્યાં Jurassic Fossil Wood છે. હજારો વર્ષથી ખુલ્લામાં પડ્યું છે અને ગરમી, ઠંડી અને વરસાદને કારણે તેના ટુકડાઓ તૂટીને ખરી પડ્યા છે.

તો કેટલાક ટુકડાઓ રણમાં વહી ગયા છે અને કેટલાક ટુકડાઓ લોકો લઈ ગયા છે. દસ વર્ષ પછી જગ્યા પર tourist આવવાનું શરૂ કર્યું હતું. ત્યારે વહીવટી તંત્રને Jurassic Fossil Woodની જાણ થઈ હતી કે એક જાતની જીઓ હેરિટેજ છે અને ભૂસ્તરીય સભ્યતાને બચાવવું જરૂરી છે.

માટે તેના પછી ૨૦૧૪માં Tourism વિભાગ દ્વારા એક થી ૧૦ કરોડના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ શરૂઆતમાં ૪થી વર્ષ કોઈપણ જાતનું કાર્ય કરવામાં આવ્યું હતું. ૨૦૧૭માં Jurassic Fossil Woodની આજુબાજુ Development કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પ્રોજેકટ આમતો Tourism વિભાગનું છે પરંતુ આનું કામ કચ્છ કલેકટરની સૂચના મુજબ કરવામાં આવી રહ્યું છે.

હાલ Jurassic Fossil Woodને યોગ્ય રક્ષણ મળી ગયું છે. Jurassic Fossil Woodની Technical Details જાણવી જરૂરી હતી માટે પ્રોજેક્ટને વહીવટીતંત્ર દ્વારા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડૉ. મહેશ ઠક્કરને સોંપવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે એક driftwood પ્રકારના wood છે.

કાંતો પુર અથવા તો સુનામી આવે ત્યારે સમુદ્ર કિનારે તરી આવીને રેતાળ વિસ્તારમાં ખૂંચી જાય છે અને સમય જતાં લાખો કરોડો વર્ષ પછી wood પથ્થર માં પરિણમે છે અને Fossil Wood બની જાય છે. Jurassic Fossil Wood પર જ્યારે Research કરવામાં આવી ત્યારે ખબર પડી કે ૧૬ કરોડ વર્ષ જૂનું લાકડું છે.

અને જે અત્યારે જોવામાં ૧૧ થી ૧૩ મીટર છે જે ખરેખર ખૂબ મોટો હોય શકે છે. Jurassic Fossil Wood પર અભ્યાસ કરવામાં આવ્યું અને ક્યાં પથ્થરોમાં મળી આવે છે તેની માહિતી મેળવવામાં આવી હતી.

Jurassic Fossil Wood દરરોજ થોડું થોડું તૂટી રહ્યું હતું માટે અર્થ એન્ડ સાયન્સ વિભાગના હેડ ડૉ મહેશ ઠકકરે કલેકટર સાથે મીટીંગ કરી હતી તેમને Jurassic Fossil Wood Restore કરવાની વાત મૂકી હતી અને કામ તેમને સોંપવામાં આવ્યું હતું.

ડૉ. મહેશ ઠક્કરે woodના નાના નાના ટુકડાઓને જોડવા માટે લેબોરેટરીમાં research કરવામાં આવી હતી અને Fossil Woodને ૧૦-૨૫ કે ૫૦ વર્ષ સુધી જાળવી શકાય અને ક્યાં પ્રકારના પ્રવાહી દ્વારા ટુકડાઓને જોડીને કરી શકાય તે અંગે research કરવામાં આવ્યું હતું.

Jurassic Fossil Woodને Restore કરવાનું કાર્ય પૂરા ભારત વર્ષમાં પ્રથમ વખત થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં Restore કરવાનું ૮૦% કામ પૂર્ણ થઈ ગયું છે. Jurassic Fossil Wood Restore થઈ ગયા બાદ પણ તેને Direct ગરમી, ઠંડી, વરસાદથી બચાવવું જરૂરી છે માટે તેના પર Canopy બનાવવું જરૂરી છે જેથી તેને કોઈ નુકસાન ના પહોંચે.

(8:49 pm IST)