સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th June 2021

જામનગરથી કચ્છ આવવા-જવા માટે 845 કરોડના ખર્ચે ફોર લેન રોડનું કરાશે નિર્માણ

કોસ્ટલ હાઇવે રોડનું નેશનલ ઓર્થોરેટી ઓફ હાઇવે દ્વારા નિર્માણ ; ધ્રોલ શહેરનો બાયપાસના નિર્માણનો સમાવેશ

ભુજ : જામનગરથી કચ્છ આવવા-જવા માટે 845 કરોડના ખર્ચે ફોર લેન રોડ તૈયાર કરાશે. પ્રાપ્ત વિગતો મુજબ આ કોસ્ટલ હાઇવે રોડનું નેશનલ ઓર્થોરેટી ઓફ હાઇવે દ્વારા નિર્માણનું કાર્ય હાથ ધરાયું છે. જેમાં ધ્રોલ શહેરનો બાયપાસના નિર્માણનો સમાવેશ કરાયો છે . વાકીયાથી ભાદરા ત્રણ પાટીયા થઇને માળીયા સુધીનો રોડ બનશે . જામનગરથી કચ્છ આવવા-જવા માટેનો માળીયા તરફનો હાઇવે રોડ અતિ બિસ્માર હાલતમાં છે . મહત્વનો ગણાતો હાઇવે રોડ કચ્છ માટે સોર્ટકટ રોડ હોવાથી ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે ખુબ આર્શિવાદરૂપ બનશે . ત્યારે જામનગર જિલ્લાથી કચ્છને જોડતો કોસ્ટલ હાઇવે અતિ મહત્વનો રોડ આગામી સમયમાં ફોર લેન્ડ રોડ નેશનલ હાઇવે ઓર્થોરેટી દ્વારા નિર્માણનું કામ હાથ ધરાશે. માટે ટેન્ડર પ્રક્રિયા પણ પુર્ણ થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે . જામનગરથી કચ્છ આવવા-જવા માટેનો કોસ્ટલ હાઇવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે પરેશાન છે
અંદાજે 100 થી 125 કિલોમીટર સુધીનો રોડ ફોર ટ્રેક બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થઇ ગઇ છે . નેશનલ હાઇવે ઓર્થોરેટી દ્વારા ફોર લેન બનાવવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે . અંદાજે રોડ 845 કરોડના ખર્ચે નિર્માણ થશે. વર્ષોથી જામનગર જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે કચ્છ - રાજસ્થાન જવા માટે કોસ્ટલ હાઇવે અતિ મહત્વનો બની રહેશે . રોડના નિર્માણથી ગુજરાત સાથે અન્ય રાજ્યના વેપાર ધંધાને પણ જોડી શકાશે . આમ વર્ષો જુનો કોસ્ટલ હાઇવે રોડનો પ્રશ્ન ઉકેલાશે

(8:50 pm IST)