સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th June 2021

માળિયા બ્રાંચ કેનાલનું પાણી છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે તંત્ર સતત કાર્યરત : બ્રિજેશ મેરજા

મોરબી-માળિયા વિસ્તારમાં નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલો જેવી કે મોરબી બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ અને માળિયા બ્રાંચ કેનાલ દ્વારા ખેડૂતોને પુરતું સિંચાઈનું પાણી મળે તે માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સંગઠનના હોદેદારો અને પદાધિકારીઓએ સતત ચિંતા સેવીને ત્રણેય કેનાલોમાં પાણીનો પુરતો પ્રવાહ ઉપલબ્ધ કરાવવા જહેમત ઉઠાવી રહ્યા છે
માળિયા બ્રાંચ કેનાલના છેવાડાના ગામો જેવા કે ખીરઈ, માણાબા, સુલતાનપુર, ચીખલી, વેણાંસર, કુંભારિયા, ખાખરેચી, ઘાટીલા સહિતના ગામોને સિંચાઈનું પાણી મળે તે માટે ધારાસભ્ય સમક્ષ તાલુકા પંચાયતના સદસ્યોએ ખેડૂતોને પાણી મળે તે માટે રજૂઆત કરી હતી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગાંધીનગર સચિવાલય સુધી રજૂઆત કરીને માળિયા બ્રાંચ કેનાલમાં ૮૦૦ કયુસેક પાણી પણ છોડાવ્યું છે પરંતુ કેનાલમાં ધ્રાગંધ્રા અને હળવદ તાલુકામાં ગેરકાયદેસર પાણીનો વ્યય થઇ રહ્યો છે જે અટકે તો જ છેવાડાના ગામોને પાણી મળી રહે
નર્મદાના ખાસ સચિવ વ્યાસ, અધિક્ષક ઈજનેર પંડ્યા, કાર્યપાલક ઈજનેર પ્રજાપતિ અને ક્ષેત્રીય ઈજનેરો ઉપરાંત હળવદ-માળિયાના આસીસ્ટન્ટ કલેકટર, જીલ્લા કલેકટર સાથે સંપર્કમાં રહીને માળિયા તાલુકાના ખેડૂતોને તેના હક્કનું પાણી મળી રહે તે જોવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તંત્રને સતત દોડતું રાખ્યું છે

(9:46 pm IST)