સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th June 2021

મોરબીના સ્ટેશન રોડ પર ગેરકાયદેસર દબાણ હટાવવા પાલિકા તંત્રને આદેશ કરાયો

અધિક કલેકટર દ્વારા ચીફ ઓફિસરને દબાણ હટાવવા લેખિત આદેશ.

મોરબીના સ્ટેશન રોડ પર ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હોય જે મામલે સ્થાનિક રહેવાસી દ્વારા કલેકટર સુધી દબાણ મામલે રજૂઆત કરવામાં આવી હોય જેના પગલે અધિક કલેકટર દ્વારા પાલિકા તંત્રને દબાણ હટાવવા આદેશ કરાયો છે
મોરબીના સ્ટેશન રોડ પર ગેરકાયદેસર દબાણ મામલે દીપ પંડ્યા દ્વારા અગાઉ પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી જોકે કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા જીલ્લા કલેકટરને રજૂઆત કરી હતી જેના પગલે નિવાસી અધિક કલેકટર કેતન જોષી દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત આદેશ કરવામાં આવ્યો છે જેમાં સ્ટેશન રોડ પર મેઈન રસ્તા પર મોરબી નગરપાલિકા દ્વારા લગાવેલ હોડીંગ્સ એકદમ નીચું હોય તે હટાવવા
તેમજ માથાભારે શખ્શો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી કેબીન મુકેલી હોય જે દબાણો દુર કરવા રજૂઆત કરવામાં આવી હોય જેથી નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરી કરેલ કાર્યવાહી અંગે કચેરીને જાણ કરી તેમજ અરજદારને મોકલી આપવા જણાવ્યું છે

(9:47 pm IST)