સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th June 2021

માળિયાના ખીરઈ નજીક ભેંસ આડી ઉતરતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત ટ્રકચાલકનું મોત

ચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત

માળિયા તાલુકાના ખીરઈ ગામ નજીક ભેંસ આડી ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકચાલકને ઈજા પહોંચી હોય જેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે
બનાવની મળતી માહિતી મુજબ માળિયાના ખીરઈ ગામ નજીકથી વહેલી સવારે પસાર થતો ટ્રક જીજે ૧૨ બીવાય ૨૫૦૨ ને અકસ્માત નડ્યો હતો ખીરઈ ગામ નજીક ભેંસ આડી ઉતરતા ટ્રક ભેંસ સાથે અથડાતા ટ્રકચાલક કમલખાન બીલાલખાન ( રહે રાજસ્થાન વાળા)ને ગંભીર ઈજાઓ થઇ હતી ઈજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમીયાન યુવાનનું મોત થયું હતું જે બનાવને પગલે માળિયા પોલીસમથકના વસંતભાઈની ટીમે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે

(9:49 pm IST)