સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th June 2021

મોરબીના સભરા વાડીમાં વર્ષો જુના પાણીના પ્રશ્નનો ઉકેલ આવ્યો :પાણીની નવી પાઈપલાઈનનું કામ ચાલુ

મોરબીના વાડી વિસ્તારમાં પીવાના પાણીનો પશ્ન જોવા મળતો હોય જેથી પાલિકા દ્વારા સભરા વાડીમાં વર્ષો જુના પાણીના પ્રશ્નના ઉકેલ માટે નવી પાઈપ લાઈન નાખવાનું કામ ચાલુ કરાવ્યું હોય જેથી સ્થાનીકોમાં ખુશીની લહેર જોવા મળી છે
મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કે પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા અને કે કે પરમારના માર્ગદર્શન હેઠળ વિસ્તારના કાઉન્સીલર ચુનીલાલ પરમાર અને અવચરભાઈ જાદવના સહિયારા પ્રયાસોથી વોર્ડનો છેવાડાનો વિસ્તાર એવા સભરા વાડીમાં વર્ષો જુનો પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને પાણીની નવી પાઈપ લાઈન નાખવાનું કામ ચાલુ કરાવ્યું હોય જેનું અગ્રણીઓએ નિરીક્ષણ કર્યું હતું

(9:53 pm IST)