ગીર-સોમનાથ ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનની ઉજવણી
સુત્રાપાડા : રક્ષાબંધન ભારતની સંસ્કૃતિ તથા માનવીય મૂલ્યોને ઉજાગર કરવા વાળો તહેવાર છે. જે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો પરમાત્માનો ઉપહાર છે. જેથી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વેરાવળ સીટીના પી.આઈ. એસ.એમ.ઇસરાણી તથા તમામ પોલીસ સ્ટાફને રક્ષાબંધનના પાવન તહેવાર નિમિત્તે રાખડી બાંધી તમામ બહેનો દ્વારા આશિર્વચનો આપવામાં આવેલ કે ભગવાન તમને શકિત આપે કે આપણી ભારતીય સંસ્કૃતિના માનવીય મૂલ્યોનું જતન કરી દેશની સમાજની રક્ષા કરી શકો સાથે મીઠા મોઢા કરાવી રક્ષાબંધનની સાથે ઉજવણી કરવામાં આવેલ. જેમાં વેરાવળ શહેર પ્રમુખ હેમીબેન જેઠવા, વેરાવળ નગર પાલિકાના કાઉન્સિલર ભાવિકાબેન સવનિયા, જિલ્લાના ગીતાબેન પરમાર, રેખાબેન શાહ, નીપાબેન પુરોહિત, દેવીબેન ગોહેલ, જિજ્ઞાસાબેન રાવલ તથા ઉષાબેન કુસકીયાએ હાજરી આપેલ.