ભાવનગરમાં અનોખી પહેલ ભાવનગર
મંગલમ્ જવેલર્સ દ્વારા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શહેરની નંદકુંવરાબા કન્યા વિદ્યાલયની બહેનોના હસ્તે રાખડી બાંધવાનો અનોખો પ્રોગ્રામયોજી સ્નેહનો સેતુ સુતરના ધાગે જોડયો છે. શહેરની નંદકુવરબા કન્યા વિદ્યાલય નિલમબાગની ૫૦ થી વધુ બહેનોએ શાળાના ૧૨૦ વિદ્યાર્થીઓને રાખડી બાંધી અનોખી પહેલ કરી છે. મંગલમ્ જવેલર્સ દ્વારા રાખડી બાંધનાર બહેનોને વીરપસલી કરવામાં આવી હતી. જયારે બહેનોએ પ્રજ્ઞાચક્ષુ બાળકોને મીઠુ મોઢુ કરાવી દીદ્યાયુષ્યની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શ્રી કાકુભાઇ, અમિતભાઇ, મયંકભાઇ, શ્રીમતી રિદ્ધિબેન, રુદ્રભાઇ અને રજનીભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંગલમ્ જ્વેલર્સ દ્વારા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને શ્રી નંદકુવરબા મહિલા વિદ્યાલયનું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત મહેશભાઇ પાઠક, પંકજભાઇ ત્રિવેદી, આચાર્ય નીતાબેન વિગેરેએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કર્મવીરોએ જહેમત ઉઠાવી હતી.(