સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

વિસાવદર શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

વિસાવદર : પ્રાંત અધિકારી પ્રશાંત મંગુડ, આર.એફ.ઓ. વિક્રાંતસિંહ પી. જાડેજા અને પી.આઇ.નિરવ શાહની ઉપસ્થિતીમાં શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ આર.એફ.ઓ. વિક્રાંતસિંહ પી.જાડેજાના માર્ગદર્શન તળે યોજાયો હતો. વિવિધ સ્પર્ધાઓમાં વિધાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વનવિભાગમાં કામ કરતાં કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી બદલ કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતાં. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ વૃક્ષનું જતન કરવાની નેમ સાથે શાળાના સ્ટાફ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ નિયામક મણીલાલ ભેસાણીયા, આચાર્ય પ્રફૂલ વાડદોરીયા, મેનેજીંગ ટ્રસ્ટી જે. કે. ઠેસિયાએ કાર્યક્રમની સફળતા માટે પ્રસન્નતા વ્યકત કરી હતા.

(1:26 pm IST)