ટંકારાના શકિતનગર ગામે પત્તાં ટીચતાં ૮ ઝબ્બે
(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૨ : ટંકારા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શકિતનગર ગામે ૮ ઈસમો નસીબ અજમાવી રહ્યા છે. જેના આધારે પોલીસે શકિતનગર ગામે શકિતનગર પ્રાથમીક શાળા પાછળના ભાગમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી ભાવેશભાઈ સવજીભાઈ સંઘાણી, વિજયભાઈ હંસરાજભાઈ ભાગીયા, જીગ્નેશભાઈ ભવાનભાઈ પાલરીયા, ચંદ્રકાંતભાઈ જસમતભાઈ સંઘાણી, ગણેશભાઈ કરશનભાઈ ભાગીયા, વસ્તાભાઈ મોતીભાઈ મુછારા, જાદવજીભાઈ કરશનભાઈ ભાગીયા અને નરભેરામભાઈ જસમતભાઈ સંઘાણી ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૃ.૩૫,૬૦૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી પો.સબ.ઇન્સ. બી.ડી.પરમાર તથા સર્વેલન્સ સ્કવોડ ના પો.હેડ.કોન્સ. સાહીદભાઇ બસારતઉલ્લા સિદીકી તથા એ.એસ.આઇ. ભાવેશભાઈ ધીરજલાલ વરમોરા પો.કોન્સ. કૌશીકકુમાર રતીલાલ પેઢડીયા તથા પો.કોન્સ રમેશભાઈ માલાભાઈ રબારી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.