સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

જેતપુરમાં શ્રી સ્‍વામિનારાયણ ગાદીસ્‍થાન દ્વારા રવિવારે ત્રિરંગા યાત્રા યોજાશે : શહેરની તમામ સંસ્‍થાઓ જોડાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૧૨ : આઝાદીનો અમૃત મહોત્‍સવ એટલે આઝાદી માટે શહીદ થયેલા શહીદવીરોને યાદ કરીને સર્વને દેશ ભક્‍તિના રંગેથી રંગવાનો મહોત્‍સવ આ અમૃત મહોત્‍સવ પ્રસંગે આપણા માનનીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીએ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ', હર ઘર ત્રિરંગા'વિષે સુંદર સમજુતી આપીને ઘરે ઘરે ત્રિરંગો લહેરાવવો એવું આહ્વાન કર્યુ. આપણા મા. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પણ ત્રિરંગા યાત્રાઓ કાઢીને ત્રિરંગાનું મહત્ત્વ બતાવ્‍યું. ત્રિરંગો એ દેશની આન-બાન-શાન છે. આપણા દેશનું ગૌરવ છે. આ ગૌરવ વિશેષ ને વિશેષ જળવાય તેવા શુભ હેતુથી શ્રી સ્‍વામિનારાયણ મંદિર ગાદીસ્‍થાન દ્વારા તા. ૧૪ રવિવાર ના રોજᅠ પ.પૂ.સદગુરુ નીલકંઠચરણદાસજી સ્‍વામીની માર્ગદર્શન હેઠળ ‘ત્રિરંગા યાત્રા' સાંજે ૫ કલાકે નગરપાલિકાથી પ્રસ્‍થાન થઈ શ્રી સ્‍વામીનારાયણ ગાદીસ્‍થાન (એમ.જી.રોડ) પહોંચશે. આ ત્રિરંગા યાત્રામાં રમેશભાઇ ધડૂક સાંસદ, જયેશભાઇ રાદડીયા ધારાસભ્‍ય, મનસુખભાઇ ખાચરીયા, પ્રશાંતભાઈ કોરાટ, ધીરૂભાઈ ગોહેલ જયંતિભાઈ રામોલિયા, રાજુભાઇ હીરપરા, ગોરધનભાઇ ધામેલીયા, જયંતિભાઇ હિરપરા, બળવંતભાઈ ધામી તેમજ શહેરની વિવિધ સંસ્‍થાઓના હોદેદારો ઉપસ્‍થિત રહેશે, તો દરેક ભાવિક દેશપ્રેમી લોકોને ત્રિરંગાનું ગૌરવ વધારવા ત્રિરંગા યાત્રામાં જોડાવવા મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્‍વામીની અખબારી યાદીમાં જણાવાયું છે.

(1:46 pm IST)