સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

કેશોદમાં રક્ષાબંધન પર્વ નિમીતે બ્રહ્મસમાજ દ્વારા જ્ઞાતિ ભોજન અને વિધાર્થી સન્‍માન સમારોહ યોજાયો

 (કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૨ : પવિત્ર શ્રાવણ માસની શ્રાવણી પૂનમ એટલે રક્ષાબંધન પર્વ એ ભાઈ બહેનનાં અતુટ બંધન નો તહેવારછે. તેમજ ભૂદેવો માટે શુભ મુહૂર્ત માં શાષાોક્‍ત વિધિ સાથે જનોઈ બદલવાનો દિવસ હોયછે. કેશોદ શહેરમાં બ્રહ્મસમાજ દ્વારા સમુહ જ્ઞાતિ ભોજન અને વિધાર્થી સન્‍માન સમારોહ નું આયોજન કરીને નાળીયેરી પૂનમ ઉજવવામાં આવ્‍યો હતો. કેશોદના શરદચોક ખાતે આવેલા ઔદીચ્‍ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે  પ્રમુખ અશોકભાઈ ભટ્ટ અને ટ્રસ્‍ટી મંડળ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં ઉતીર્ણ થયેલા તમામ વિધાર્થીઓને પ્રોત્‍સાહિત ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં. કેશોદ ચુનાભઠ્ઠી રોડ પર આવેલી ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ ની વાડી માં કેશોદના ભામાશા હિરાભાઈ જોટવા નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું અને વિધાર્થીઓ ને ઈનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યાં હતાં. કેશોદના હીરાભાઈ જોટવાએ પોતાનાં વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે કળષ્‍ણ અને સુદામાની જોડી જગપ્રસિદ્ધ છે ત્‍યારે અમો આહિર સમાજ હરહંમેશ બ્રહ્મ સમાજ સાથે પાંચ હજાર વર્ષ પહેલાં થી જોડાયેલા છીએ અને બ્રહ્મ સમાજ ની રક્ષા કરવાની જવાબદારી અમારાં આહિર સમાજની છે એ પરંપરા અમો જાળવી રાખીશું  કેશોદ આંબાવાડી ખાતે શ્રી જગદીશ અબોટી બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવાનો અને સમુહ જ્ઞાતિ ભોજન નો કાર્યક્રમ યોજાયો હતો.   જગદીશ અબોટી બ્રહ્મ સમાજના પ્રમુખ મનુભાઈ જોષી સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ રાજુભાઈ પંડ્‍યા, સમસ્‍ત બ્રહ્મસમાજનાં ટ્રસ્‍ટી કરસનભાઈ જોષી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.  કેશોદ સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ રાજુભાઈ પંડ્‍યા એ રક્ષાબંધન પર્વની ભૂદેવો ને શુભેચ્‍છાઓ આપી સંગઠીત રહેવા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા અપીલ કરી હતી. ઉદઘોષક ડૉ ભુપેન્‍દ્રભાઈ જોષી એ ઔદીચ્‍ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

(1:49 pm IST)