સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર એસીબીની સફળ ટ્રેપ

પોલીસ કર્મી યોગેન્દ્રસિંહ રાઠોડ પકડાયો એસીબીના સકંજામાં મેચના સટ્ટા બાબતે રૂપિયા 15 હજારની માંગી હતી લાંચ

દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર એસીબીની સફળ ટ્રેપ થઇ છે જેમાં પોલીસ કર્મી લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યો છે મેચના સટ્ટા બાબતે રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી,યોગેન્દ્રસિંહ રાઠોડ નામના પોલીસકર્મી દ્વારા 15 હજારની લાંચ માંગતા જાગૃત નાગરિકે ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું મોબાઈલની દુકાને રૂપિયા રાખવા માટે કહ્યું હતું ત્યારે એસીબી સફળ ટ્રેપ કરી રૂપિયા કબજે કર્યા છે :પોલીસ કર્મી દ્વારા લાંચ મામલે એસીબી વધુ તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી,

(11:47 pm IST)