સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

ગૃહમંત્રી અમિતભાઇ શાહના આગમન પહેલા મુખ્યમંત્રી રૂપાણી ભુજ એરપોર્ટ પહોંચ્યા : કાર્યકરોએ કર્યું સ્વાગત

સીએમ રૂપાણી ભુજ સર્કિટ હાઉસ ખાતે આજે રાત્રિ રોકાણ કરશે

 

ભુજ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહ ગુજરાતના કચ્છની પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓએ સીએમ રૂપાણીનું સ્વાગ કર્યું હતું. જો કે, સીએમ રૂપાણી ભજૂ સર્કિટ હાઉસ ખાતે આજે રાત્રિ રોકાણ કરશે. જો કે, ગૃહમંત્રી અમિતભાઈ  શાહ મોડી રાત્રે ભુજ આવી પહોંચશે. ત્યારે ગૃહમંત્રીના આગમનને લઇને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ આજે ગુજરાતના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે. ધોરડો ખાતે સવારે 10 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગ્રામિણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે

(12:22 am IST)