સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 21 પક્ષી સાથે શિકારી ઝડપાયો

10 મૃત અને 5 જીવિત ગાર્ગીનીપક્ષી અને 1 ગોડવીટ પ્રજાતિનું મૃતપક્ષી મળ્યું

સુરેન્દ્રનગર : નળસરોવર પક્ષી અભયારણ ના નળસરોવર રેન્જના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ નાકાબંધી/પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ ઈસમ જણાતા તેને અટકાવી પૂછપરછ અને તપાસ કરતા ઈસમ પાસે પ્લાસ્ટિકના થેલામાં 16 પક્ષીઓ મળી આવેલ જેમાં 10 મૃત અને 05 જીવંત ગાર્ગીની પ્રજાતિના પક્ષીઓ અને જ્ઞ1 ગોડવિટ પ્રજાતિનું પક્ષી મૃત અવસ્થામાં મળી આવેલ છે

 . જીવંત પક્ષીઓને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવેલ છે. જ્યારે મૃત પક્ષીઓને વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર, બોડકદેવ, અમદાવાદ ખાતે પી.એમ માટે મોકલવામાં આવેલ છે. પકડાયેલ ઈસમ ભૂવાત્રા રાજેશભાઈ રામસંગભાઈ નળકાંઠાના શિયાળ ગાનો વતની છે. જેની સામે વન્યજીવ અધિનિયમ-1972 અન્વયે શિકારનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(10:53 am IST)