સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

ગોંડલ જાનકી ચેમ્બરમાં આઇપીએલ ઉપર સટ્ટો રમતા ૨ શખ્સો ૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૨: જેલ રોડ જાનકી ચેમ્બર માં આવેલ ખોડીયાર કૃપા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસના પીએસઆઇ ડી.પી.ઝાલા , હેડ કોસ્ટેબલ યુવરાજસિંહ જાડેજા , જયદીપસિંહ ચૌહાણ, જયસુખભાઇ ગરાંભડીયા તેમજ જયંતીભાઈ સોલંકી સહિતનાઓએ ઉપરોકત સ્થળ પર દરોડો પાડ્યો હતો.

મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમાડતા સુજીત અશોકભાઈ સેજપાલ રહે અક્ષરધામ સોસાયટી તેમજ પ્રદ્યુમનસિંહ પદુભા ડોડીયા રહે સૈનિક સોસાયટી વાળા ને ઝડપી લઇ બે મોબાઇલ, ટીપી લિંક, રાઉટર , સેટપ બોકસ, ટીવી તેમજ પ્લાસ્ટિકના ઝબલા માં રાખેલા રૂ. ૫૮૨૫૦૦ મળી કુલ રૂ. ૬,૦૯,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:22 am IST)