સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

દ્વારકાવાસીઓને દિવાળીની ભેટ : પાલિકા દ્વારા ત્રણ કરોડના વિકાસ કાર્યો મંજૂર

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૧ર : દ્વારકા નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણીની અધ્યક્ષતામાં પાલિકાએ રૂપિયા ત્રણ કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા છે. જગતમંદિરને હાઇવે સાથે જોડતા રીલાયન્સ રોડનું પ૪ લાખના ખર્ચે નવીનીકરણ થનાર છે. દ્વારકા નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણીએ શહેર માર્ગો તથા ફુટપાથ અને દલીત સમાજ માટે ર.૮૩ કરોડના ખર્ચે વિકાસ કાય?ર્ કરવાના ટેન્ડર્સ પાલિકા ચીફ ઓફીસર સી.બી. ડુડીયા મારફત બહાર પાડયા હોય દિવાળીના તહેવારો પૂર્વે શહેરીની પ્રજાને પાલિકા દ્વારા વિકાસ કાર્યોની ભેટ આપી છે. રાજય સરકારના સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુપીડીસી ર૦ર૧ તથા વરસાદી નુકસાન રસ્તા વર્ષ ર૦૧૯-ર૦ની ગ્રાન્ટમાંથી શહેરના માર્ગોનું નવીનીકરણ તથા વરસાદી પાણીથી ધોવાયેલ રસ્તાઓના વિકાસ માટેની કામગીરી ટુંકમાં આરંભાશે. આ ઉપરાંત શહેરના રસ્તાઓને ડસ્ટ ફ્રી કરવા ફુટપાથ અને રૂ. ર૩ લાખના ખર્ચે વાલ્મીકી સમાજ માટે કોમ્યુનીટી હોલનું નિર્માણ થનાર છે. શહેરના દરેક વોર્ડમાં ચૂંટાયેલ સદસ્યો દ્વારા સૂચવેલ વિકાસ કાર્યોનો ખાસ સમાવેશ કરાયો છે.

ધીરૂભાઇ અંબાણી માર્ગનું  પ૪ લાખના ખર્ચે નવીનીકરણ : જયોતિબેન

પાલિકા પ્રમુખ જયોતિબેન સામાણીએ વધુમાં જણાવ્યું હતું કે હાઇવે માર્ગથી દ્વારકાધીશ મંદિરને જોડતા ધીરૂભાઇ અંબાણી માર્ગનું પ૪ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. અત્રે નોંધીય છે કે આ માર્ગને રિલાયન્સના પરિમલ નથવાણીના સહયોગથી નિર્માણ કરાયો હતો અને ત્યારબાદ આ માર્ગ યાત્રીકોના આવન-જાવન માટેનો પ્રમુખ માર્ગ બની ગયો છે. નિર્માણ બાદ આ માર્ગને ધીરૂભાઇ અંબાણી માર્ગ નામ આપવામાં આવેલુ હતું.

(11:27 am IST)