સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

દેવભૂમી દ્વારકા જિલ્લામાં વિધવાઓને ૧.૭૭ કરોડની સહાય

 દેવભૂમી દ્વારકા : કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા ઓકટોબર ૨૦૨૦ દરમિયાન કુલ ૬૫૧૭ ગંગા સ્વરૂપા બહેનોને માસિક રૂ.૧૨૫૦નો લાભ આપી દેવામાં આવ્યો છે. તમામ લાભાર્થી ગંગા સ્વરૂપ લાભાર્થીઓને કુલ રૂ.૧,૭૭,૩૩,૭૫૦ની સહાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે. તેમ મહિલા અને બાળ અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વિધવાઓને સહાય ચુકવાયાની જાહેરાત કરવામાં આવી તે તસ્વીર.

(11:30 am IST)