સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઇ રબારી કોરોના સંક્રમિત થયા

મોરબી,તા.૧૨: મોરબીમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે અને સામાન્ય લોકોથી લઈને રાજકીય અગ્રણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે જેમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ કોરોના સંક્રમિત હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી કોરોના સંક્રમિત થયા છે અને શહેર કોંગ્રેસ પ્રમુખ કોરોના સંક્રમિત થતા તેના સંપર્કમાં આવેલ લોકોને તકેદારી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.

(11:34 am IST)