સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બગડિયા અને LCBના પીઆઇ દિપક ઢોલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

સુરેન્દ્રનગરમાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. સુરેન્દ્રનગરમાં SP મહેન્દ્ર બગડિયા અને LCBના PI દિપક ઢોલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં સુરેન્દ્રનગરમાં કુલ 2579 કેસ છે જ્યારે 12ના મોત થયા છે અને 2250 લોકો રિકવર થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગઇ કાલે કોરોનાના કુલ નવા 1125 કેસ, 6ના મોત અને 1352 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે 52,973 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યારે રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસ વધીને 1,83,844 એ પહોંચી ગયા છે. મોતનો કુલ આંક 3779એ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 91.28 ટકા થયો છે.

(11:36 am IST)