સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

બેકાબુ ટ્રક પાગલ યુવાનને હડફેટે લઇ પીકઅપ બસ સ્ટેન્ડમાં ઘુસી ગયો...

વિંછીયાના હિંગોળગઢ ગામે બનાવઃ ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાયો

રાજકોટ તા. ૧ર :.. હિંગોળગઢ પાસે ટ્રક પાગલ યુવાનને હડફેટે લઇ બસ સ્ટેન્ડમાં ઘુસી જતા બસ સ્ટેન્ડ અને આજૂબાજુના ઓટલામાં નુકશાન થયું હતું.

મળતી વિગતો મુજબ વિંછીયાના હિંગોળગઢ ગામ પાસે ટ્રક નં. જીજે-૩-એ એકસ ૯૮ર૯ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી મંદબુધ્ધીના ગબરસિંહ નામના યુવાનને હડફેટે લઇ ટ્રક હિંગોળગઢના પીકઅપ બસ સ્ટેન્ડમાં ઘુસી જતા પીકઅપ બસ સ્ટેન્ડ તથા બાજુમાં આવેલ ઓટલામાં નુકશાન થયુ હતું. ઇજાગ્રસ્ત પાગલ યુવાનને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા વિંછીયા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

વિંછીયા પોલીસે સરકારી મિલ્કતને નુકશાન કરનાર ટ્રક ચાલક સામે ગુન્હો દાખલ કર્યો હતો વધુ તપાસ હેડ કો. એસ. બી. સોયા ચલાવી રહ્યા છે.

(11:43 am IST)