સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

મોરબીમાં હોટલ પાસે રીવર્સ આવતા ટેન્કરની ઠોકરે યુવાનનું મોત

મોરબી નજીક મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ બેલા રંગપર ગામની સીમમાં આવેલ એમ્પ્લ સિરામિક ઓરડીમાં રહીને મજુરી કરતા નંદનીબેન લૌકેશભાઈ રામનારાયણ ચૌબે (ઉ.વ.૨૨)ચા બનાવતી વેળાએ દાઝી જતા પરિણીતાનું મોત

મોરબી,તા. ૧૨: મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ હોટેલ પાસે રીવર્સ આવતા ટેન્કરની ઠોકરે યુવાનનું મોત થયું હોય જે મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

મધ્યપ્રદેશના વતની જીતેન્દ્ર અમરસિંગભાઈ ચંડેલ (ઉ.વ.૩૪) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટેન્કર નંબર જીજે ૧૨ ડબલ્યુ ૭૨૪૩ ના ચાલકે જેતપર રોડ રંગપરની સીમમાં ભોલે હોટેલ પાસે ટેન્કર રીવર્સ લેતી વેળાએ ફરિયાદીના ભાઈ સુરેશ અમરસિંગ ચંડેલને પાછળના જોટામાં અડફેટે લેતા માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું તાલુકા પોલીસે અકસ્માત અંગે ટેન્કરચાલક વિરુદ્ઘ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:45 am IST)