સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

જુનાગઢ ગાયત્રી હોસ્પિટલમાં વિનામુલ્યે નિદાન કેમ્પ

જુનાગઢ જોષીપરા ખલીલપુર રોડ મેઇન રોડ જીનીયસ સ્કુલની બાજુમાં ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલના શુભારંભ નિમીતે બે દિવસ સુધી વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આ હોસ્પીટલના ડોકટરો સર્વશ્રી રાહુલ પંડયા, શ્રી અમિત ભુવા, ડો. જીજ્ઞેશ આહિર, ડો. શશીતા શેખ તેમજ ડો. આશિષ વાછાણી, ડો. આશિષ ટાંક, ડો. રાહુલ મહેતા સહિતના તબીબોએ ર૩૮ દર્દીઓની આરોગ્ય ચકાસણી નિદાન કરી જરૂરીયાત મંદોને દવા પણ આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા યોગેશભાઇ મહેતા, કાંતિલાલ બોરીચાંગર, શૈલેષ દવે, ડો. રવિ બોરીચાંગર અને ડો. રાહુલ મહેતાએ જહેમત ઉઠાવી હતી.  (અહેવાલ-વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:34 pm IST)