સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

જૂનાગઢમાં રોડ ક્રોસ કરતા યુવાનનું કાર હડફેટે મૃત્યુ

અન્ય અકસ્માતમાં એક વૃધ્ધનું પણ મોત

જુનાગઢ તા. ૧રઃ જુનાગઢમાં રોડ ક્રોસ કરતા એક યુવાનનું કાર હડફેટે ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.

જૂનાગઢનાં વડાલ ગામે રહેતા જગજીવનભાઇ નારણ વધેરાનો પુત્ર સુનીલ ગઇકાલે વડાલ બસ સ્ટેશન પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો.

ત્યારે જીજે-૧૮-બીજી-૬૮૯૦ નંબરની પુરઝડપે આવેલી કારનાં ચાલકે સુનીલને હડફેટમાં લઇ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નીપજયું હતું.

અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો. વિશેષ તપાસ વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ આર. એ. બાબરીયા ચલાવી રહ્યા છે.

અન્ય એક અકસ્માતમાં વૃધ્ધનું મોત થયું હતું. જેમાં જુનાગઢમાં સરદાર બાગ પાસે આવેલ દ્વારકાપુરી સોસાયટીમાં રહેતાં ગાંગાભાઇ ખુંટી (ઉ.વ. ૪૯) નાં વૃધ્ધ પિતા મેણંદભાઇ મંદિર પાસેનાં નાગબાઇ માતાજીના મંદિર નજીકથી પગપાળા હતા.

ત્યારે વંથલીનાં મોટા કાજલીયાળા ગામનાં બાઇક ચાલક દિનેશ માંડણભાઇ સોલંકીએ મેણંદભાઇ સાથે મોટર સાયકલ અથડાવતા મેણંદભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયાની ફરિયાદ થતાં સી ડીવીઝનના હેડ કોન્સટેબલ ડી. બી. ભીંટ તપાસ ચલાવી રહ્યા છે.

(12:37 pm IST)