સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

દેવભૂમિ જિલ્લામાં પાંચ નવા કેસ : કોરોના ડિસ્ચાર્જ શૂન્ય

ટોટલ આંક ૧૦૦૦ને પાર થયો !!

ખંભાળીયા, તા. ૧ર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસે કોરોનાનો આંક સાવ તળીયે બે ર૪ કલાકમાં નવા કેસ નોંધાયા હતાં જે પછી ગઇકાલે ફરી વધારો થતાં કુલ પાંચ નવા પોઝીટીવ કેસ નીકળતા તમામને ખંભાળીયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

દ્વારકામાં અને કલ્યાણપુરમાં એક પણ નવા કેસ ર૪ કલાકમાં નોંધાયા નથી જયારે ખંભાળીયામાં બે તથા ભાણવડમાં ત્રણ નવા કેસ નોંધાયા છે. કુલ એકટીવ કેસ ૩૩ છે.

ખંભાળીયા શહેર, મોવાણ વાડી વિસ્તાર તા. ખંભાળીયા, વિજપુર ભાણવડ, મંત્રી સોસાયટી ભાણવડ તથા ખરાવાડ ભાણવડમાં નવા કેસ પોઝીટીવ નીકળ્યા હતાં.

કન્ટેન્ટમેન્ટ ઝોન ૧૪ થતા રાહત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોના પોઝીટીવ કેસના સંદર્ભમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જે અગાઉ ર૮ હતા જે ર૧ થયેલા તેને ૧૪ કરવામાં આવતા રાહત ફેલાઇ છે.

(12:39 pm IST)