સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

કલ્યાણપુરનાં કેનેડીમાં ૪ કરોડની ખનીજ ચોરીમાં પ મહિના બાદ શકદાર શખ્સનુ નામ ખુલ્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર :.. કેનેડી ગામે ગત જુલાઇ માસમાં સર્વે નં. પ૯૦ ની સરકારી પડતર ખરાબાની જગ્યામાંથી ૩પ, ૩૧૩ મેટ્રીક ટન કિ. રૂ. ૪,પ૦,ર૪,૦૭પ ની બોકસાઇટ ચોરી જિલ્લા ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરતાં શકદાર તરીકે હડમતયા ગામના જેઠા વજશી વરૂનું નામ ખૂલતાં તેના વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય કેટલાક શખ્સો સંડોવાયેલા છે. તે દિશામાં કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

દાંતામાં યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

ખંભાળીયાના દાતા ગામે રહેતા બાબુભાઇ શંકરભાઇ ખરેડ (ઉ.૩ર) નામનો યુવાન ગત રોજ તેમનું બાઇક લઇ શેઠના ઘરે જતો હતો ત્યારે દાતા ગામના સજુભા હેમુભા જાડેજા, દિપસિંહ હેમુભા જાડેજા, હરપાલસિંહ સજુભા જાડેજાએ યુવાનને રોકી ઢીકાપાટુ અને લાકડી વડે માર મારી ઇજા પહોચાડતા સારવાર લીધી હતી. બનાવ અંગે યુવાનને ફરીયાદ પરથી ખંભાળીયા પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

યોગેશ્વરનગરમાં મહાદેવ મંદિર પાછળ રહેતાં રાજેન્દ્રસિંહ મનુભા જાડેજા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ વેચાણ અર્થે રાખ્યો હોવાની બાતમી પોલીસને મળતાં તેના મકાનમાં દરોડો પાડતાં ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૧૪ કિ. પ૬૦૦ ની મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી મકાન માલિક રાજેન્દ્રસિંહ જાડેજા મળી ન આવતાં તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

(12:42 pm IST)