પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસમાં નોટરી સ્ટેમ્પ મળે તેવી વ્યવસ્થા કરવા કલેકટરને રજુઆત
પોરબંદર, તા. ૧૩ : જિલ્લા નોટરી એસોસીએશન પ્રમુખ કેતનભાઇ દાણીની આગેવાની હેઠળ કલેકટરને રજુઆત કરીને નોટરી થયેલ ડોકયુમેન્ટ અંગે તથા હેડ પોસ્ટ ઓફીસમાં નોટરી સ્ટેમ્પ મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી હતી.
નોટરીઅલ સ્ટેમ્પ વેચાણ માટે હેડ પોસ્ટ ઓફીસ પોરબંદરને જરૂરી મંજુર તથા લાયસન્સ મળેલ છે છતા પણ હાલ પોસ્ટ ઓફીસ ખાતે નોટરીયલ સ્ટેમ્પ જીલ્લા નોટરીઓને મળતા ન હોય જેથી પોરબંદર જીલ્લાના નોટરીને નોટરી ટિકિટ મેળવવા માટે મુશ્કેલી પડી રહેલ છે વળી, પોરબંદર સીટીથી જીલ્લા તિજોરી કચેરી ખુબ જ દૂર હોય અને ત્યાંથી વળી પાછું ચલન ભરવા માણેક ચોક પોરબંદર ખાતે આવી અને ફરીથી જિલ્લા તીજોરી કચેરી ખાતે ચલન જમા કરાવવાનું થાય છે અને ત્યારબાદ બીજા દિવસે નોટરીયલ સ્ટેમ્પ પ્રાપ્ત થતા હોય આમ, એક નોટરી સ્ટેમ્પ મેળવવા માટે જીલ્લા નોટરીશ્રીઓને કુલ પોરબંદર સીટીથી આવક જાવકના ત્રણ ફેરા સાથે કુલ ૪ર કીલોમીટર જેટલું રનીંગ થતું હોય આમ, આ બાબતે મુશ્કેલી પડી રહેલ છે અને જો આજ નોટરીયલ સ્ટેમ્પ હેડ પોસ્ટ ઓફીસ પોરબંદર વેચાણ કરે તો તમામ નોટરીશ્રીઓની આ સમસ્યાનો તાત્કાલીક અસરથી હલ થઇ શકે તેમ છે તેમ રજુઆતમાં જણાવેલ છે.