લોધીકા જીલ્લા પંચાયતની ૨ અને તાલુકા પંચાયતની ૧૬ બેઠકના ભાજપના ઉમેદવારો જાહેર
(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૧૨: લોધીકા જીલ્લા પંચાયતની ૨ બેઠક તથા તાલુકા પંચાયતની ૧૬ બેઠકનાં ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરાઇ છે.
લોધીકા ૧ જીલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર મોહનભાઈ દાફડા અને પારડી ૨ જીલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર અલ્પાબેન મુકેશભાઈ તોગડિયાની જાહેરા કરાઇ છે.
તાલુકા પંચાયત સિટમા ભરતસિંહ જાડેજા ઉમેશભાઈ પાભર તેમજ દિગ્વિજયસિંહ જાડેજા સિવાયના તમામ ચહેરાને ટિકિટ અપાઇ છે જેમાં લોધીકા તાલુકા પંચાયત ચાંદલી સિટના ઉમેદવાર વિલાશબેન વિપુલભાઈ મોરડ, ચિભડા સિટના ઉમેદવાર લક્ષ્મીબેન અશોકભાઈ વસોયા, દેવગામ સિટના ઉમેદવાર રાજલબેન વિશાલભાઈ ફાગલિયા, ઢોલરા સિટના ઉમેદવાર, સવિતાબેન ભરતભાઈ ચાવડા, હરિપર પાળ સિટના ઉમેદવાર ગીતાબેન મુળુભાઈ રાઠોડ ખીરસરા સિટના ઉમેદવાર રમાબેન મુકેશભાઈ મકવાણા, લોધીકા૧ તાલુકા પંચાયત સિટના ઉમેદવાર કિશોરભાઈ વસોયા, લોધીકા ૨ તાલુકા પંચાયત સિટના ઉમેદવાર ભરતસિંહ ગુમાનસિહ જાડેજા, માખાવડ સિટના ઉમેદવાર જયોત્સનાબેન ઉમેશભાઈ દેસાઈ, મેટોડા સિટના ઉમેદવાર ઉદેયસિહ ભાભોરનો સમાવેશ થાય છે.
જ્યારે મોટાવડા સિટના ઉમેદવાર અંજુબેન ઉમેશભાઈ પાભર, નગરપીપળીયા સિટના ઉમેદવાર વલ્લભભાઈ તારપરા, પાળ સિટના ઉમેદવાર મુકેશભાઈ બગડા, પારડી૧ સિટના ઉમેદવાર ઘનશયામભાઇ ભુવા, પારડી ૨ સિટના ઉમેદવાર દિગ્વિજયસિંહ જાડેજા, વાજડી વડ ના સિટના ઉમેદવાર રેખાબેન અરવિંદભાઈ પરમારનો સમાવેશ થાય છે.