ઉનામાં જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો ૪૨,૭૦૦ની રોકડ સાથે ઝડપાયા
ઉના,તા.૧૩: નીચલા રહિમનગરના મન્સુરી ફળીયામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને તથા રોકડા રકમ રૂપિયો ૪૨,૭૬૦ સાથે પકડીને ગુન્હો નોંધ્યો છે.
જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીંદર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા પ્રોહિ. જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ.શ્રી એમ.યુ.મસી. સા.ની સુચના મુજબ સર્વલન્સ સ્કોડના પો. હેડ કોન્સ. એ.પી.જાની તથા પી.પી. બાંભણીયા તથા નિલેશભાઇ છગનભાઇ તથા પો. કોન્સ. ભીખુશા બચુશા તથા જશપાલસિંહ પ્રતાપસિંહએ રીતેના પો.સ્ટાફના માણસો સાથે ઉના પો.સ્ટે. હાજર હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. પી.પી. બાંભણીયા તથા નીલેશભાઇ છગનભાઇ તથા પો.કોન્સ. ભીખુશા બચુશા નાઓની સંયુકત બાતમી આધારે ઉના નીચલા રહિમ નગરના મન્સુરી ફળીયામાં જાહેર જુગાર રમતા ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ મન્સુરી રહે. કોર્ટ વિસ્તાર, મહેબુબુભાઇ અબ્દ્રેમાનભાઇ ભીસ્તી રહે.ઉના કોર્ટ વિસ્તાર, બાલાભાઇ બાબુભાઇ સાંખટ/ કોળી, રફિકભાઇ ઉર્ફે સાવન ઇબ્રાહીમભાઇ મનસુરી, અબ્બાસભાઇ જમાલભાઇ મન્સુરી, રહે. રહિમનગર વાળાને રોડક રૂપિયા ૪૨,૭૬૦ ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડીને ગુન્હો દાખલ કરેલ છે. તપાસ પો.હેડ કોન્સ. એ.પી.જાની ચલાવી રહ્યા છે.