News of Monday, 13th June 2022
દેવભુમી દ્વારકા જીલ્લાના રાણ ગામમાં જોરદાર વરસાદ
(કૌશલ સજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઇ છે.
મોટા આસોટા, વિરપર, મેવાસા , ધમાકેદાર વરસાદ પડયો છે. બફારા વચ્ચે વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ વરસતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. જામ કલ્યાણપુર તાલુકાના રાણ ગામમા જોરદાર વરસાદ ચાલુ છે.
(4:16 pm IST)