પોરબંદર કુછડી નજીક સમુદ્રમાં જામનગરનો પરિવારતણાયો: બે મહિલાઓને બચાવી : બાળકની શોધખોળ
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે :શોધખોળ ચાલુ કરી
પોરબંદર કુછડી ગામ નજીકના સમુદ્રમાં જામનગરનો પરિવાર સેલ્ફી લેવા જતા તણાયો છે. તોફોની મોજા ઉછળતા તેઓ સમુદ્રમાં તણાયા છે. બે મહિલા અને એક તણાયા છ. જોકે પરિવારના અન્ય સભ્યોએ બે મહિલાઓને બચાવી લીધા હતા, પરંતુ બાળક હજુ પણ ગુમ છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ છે અને શોધખોળ ચાલુ કરી છે.
મળતી માહિતી મુજબ જામનગરનો પરિવાર પોરબંદરના દરિયાકિનારે વેકેશનમાં ફરવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ સમુદ્ર કિનારે સેલ્ફી લઇ રહ્યા હતા. અચાનક દરિયામાં ઉંચા-ઉંચા મોજા ઉછળ્યા હતા અને તેમને ખેંચી લીધા હતા. દરિયામાં બે મહિલા અને એક બાળક તણાયુ હતુ. જોકે પરિવારના અન્ય સભ્યોએ બે મહિલાને બચાવી લીધા હતા. જોકે કમનસીબીથી બાળક દરિયામાં તણાઇ ગયુ.
ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. જે બે મહિલા બચી ગઈ હતી તેમને પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમે બાળકની શોધખોળ શરૂ કરી છે. બાળકનું નામ ધ્રુવ છે.