સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th July 2021

વિછીયામાં શેઢા તકરારમાં રમેશ અને પિતા ગોકળભાઇ સોલંકી પર હુમલો

રામજી જુગા સોલંકી સહિતે લાકડીથી ફટકાર્યા

રાજકોટ તા. ૧૩: વિછીયામાં રહેતાં રમેશભાઇ ગોકળભાઇ સોલંકી (ઉ.વ.૩૫) અને તેના પિતા ગોકળભાઇ દેવજીભાઇ સોલંકી (ઉ.વ.૬૦) પર શેઢા પડોશી રામજી જુગા સોલંકી સહિતે લાકડીથી હુમલો કરી માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિછીયા પોલીસને જાણ કરી હતી.

રમેશભાઇના કહેવા મુજબ પોતે વાડીના શેઢે ચાલીને જતો હતો ત્યારે રામજી ત્યાં નીંદામણ કરતો હોઇ તેણે શેઢા તકરારનો ખાર રાખી પોતાના પર હુમલો કરી માર માર્યો હતો. પિતા ગોકળભાઇ બચાવવા દોડતાં તેને પણ લાકડીઓ ફટકારી દીધી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)