વસ્તડીની વાડીમાંથી સવા બે લાખનો દારૂ ઝડપાયો
કુવાના કાંઠે અરણીના ઝાડના ઝુંડમાં સંતાડી રાખેલ ૭૩૨ બોટલ કબ્જે
વઢવાણ,તા. ૧૩: જે અન્વયે એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી ડી.એમ.હોલ એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી સફળ કેશો શોધી જોરાવરનગર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી, હકીકત મેળવેલ કે, ભવાની ઉર્ફે કાનો હેમુભાઇ ગોહિલ તથા જુવાન ઉર્ફે જુગો મોબુભાઇ ગોહિલ તથા મહિપત ઉર્ફે જેકો રામભાઇ ચું-કોળી રહે.ત્રણેય વસ્તડી ગામની સીમમાં ચોકડીના મારગે, ચોકડીની વૈણની બાજુમાં મજકુર ભવાની ઉર્ફે કાનો હેમુભાઇ ગોહિલની વાડીની બાજુમાં નરશીભાઇ પોપટભાઇ પટેલની વાડીના કુવા કાઠે અરણીના જાડના ઝુંડમાં દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખેલ છે.
જે હકીકત આધારે છાપો મારતા આરોપીઓ(૧) ભવાની ઉર્ફે કાનો હેમુભાઇ ગોહિલ તથા (ર) જવાન ઉર્ફે જુગો મોબુભાઇ ગોહિલ તથા (૩) મહિપત ઉર્ફે જેકો સમભાઇ ચુ.કોળીએ કુવા કાઠે અરણીના જાડના ઝુડમાં દારૂ કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૭૩૨ કિ.રૂ.૨,૧૯,૬૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી નહી આવતા તમામ મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.એલ, તથા પો.સબ.ઇન્સ વી.આર જાડેજા, તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા વાજસુરભા લાભુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.હેડ.કોન્સ અમરકુમાર કનુભા તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા એસ.ઓ.જી. સ્ટાફના હરદેવસિંહ જીલુભા એ રીતેની ટીમ દ્વારા સફળ કેશ શોધી કાઢેલ છે.